ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને…..

પૂનમની રાતે, દરિયાના કિનારે,
હું બેઠો હતો તારી પ્રતિક્ષામાં….
તને પામવાની તરસને છીપાવવા મારે આખી ભરતી પી જવી પડી!
મને ક્યાં ખબર હતી કે
તું બેઠી હશે દરિયામાં ઓટની રાહ જોઇને…..

-Suresh Lalan

images

જાન્યુઆરી 26, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 1 ટીકા

આંખોથી તારો ફોટો પાડું

images (1)

આંખોથી તારો ફોટો પાડી,
શ્વાસોથી upload કરું છું.
એને દિલના ખુણે drag કરીને
તારી ને મારી જોડ કરું છું!

જોને કેવા કેવા કોડ કરું છું??
પથ્થર એટલા God કરું છું!
તારા શ્વાસે જીવી લઉં છું,
ખુદની સાથે Fraud કરું છું.

-સુરેશ લાલણ

જાન્યુઆરી 22, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 3 ટિપ્પણીઓ

દર્પણ

                                  

                                    .
download         હું દર્પણ બનીને

         તને
         જે તે ક્ષણે,

         તું જેવી છે તેવી જ ઝીલી લઉં છું!

         ફરક એટલો જ છે કે
         દર્પણ સામે હોય એનું જ પ્રતિબિંબ ઝીલે રાખે છે,
         જ્યારે 

         હુંપ્રતિબિંબ ઝીલવા ફરતો રહું છું તારી પાછળ પાછળ….

         -સુરેશ લાલણ 

.

જાન્યુઆરી 21, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 1 ટીકા

તારા પ્રેમ-પત્રો

12747_365271223559269_693442444_n

વર્ષો પહેલાં અત્તરથી સુવાસીત તારા પ્રેમ-પત્રો વાંચી
મેં મજાક્માં કહેલું
કે
“પ્રિયે, તારા પત્રમાંથી અત્તરની સાથે સાથે અક્ષરો પણ ઉડી જાય છે પછી મને સમજવામાં તકલીફ પડે છે.”

આજે ઘણા વર્ષો પછી એ જ પ્રેમ-પત્રો પાછા લઇને બેઠો છું…
પત્રમાં અક્ષરો તો ત્યાંના ત્યાં જ છે પણ પ્રેમ ઉડી ગયો હોય એવું લાગ્યા કરે છે.
અને

આવું કેમ થયું એ સમજવામાં મને આજે ય તકલીફ પડે છે !

-Suresh Lalan

.

.

જાન્યુઆરી 21, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 1 ટીકા

હસ્તમેળાપ

.

.

68032_534819676545755_1732649454_n

.

.

આપણા ‘હસ્તમેળાપ’ વખતે
મારી ભાગ્યરેખા તારી ભાગ્યરેખા સાથે ભળી ગયેલી.
મેં મારું પોતાનું કશુંજ નહીં રાખેલું,
ભાગ્ય પણ નહીં.
હું હવે મારા નહીં તારા ભાગ્યને આધિન છું!

.

-સુરેશ લાલણ

જાન્યુઆરી 20, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 3 ટિપ્પણીઓ

SMS – સ્વીટ મેસેજ શેરીંગ

મિત્રો, ઘણા દિવસો પછી બ્લોગ પર પોસ્ટ મુકી છે. તાજા લખેલા થોડાંક મુક્તકો લઇને આવ્યો છું, જે SMSથી પણ Share થઇ શકે તેવા છે. આશા છે કે આપને ગમશે.

images

*

તમારા દાંત જોઇને દાડમના દાણા બનાવ્યા,
ને હોઠ જોઇને પછી એણે પરવાળા બનાવ્યા.

*

તે મને પ્રેમથી તરબતર કર્યો,
ને મેં પણ હિસાબ સરભર કર્યો.

*

સંબંધ ફુલ અને ઝાકળના જેવો રહ્યો,
માંડ માંડ ભીના થયા ત્યાં તડકો થયો.

*

તને ભુલવાની લાખ કોશિષ કરી છે,
અનહદ ચાહવાની સજા સાંપડી છે.

*

જે દિલમાં હતું તે કહેવાયું નહીં,
‘તમે’માંથી ‘તું’ સુધી જવાયું નથી.

*

હવાની લહેરખી જેમ સ્પર્શી ગઇ,
તું મારા દિલમાં પરાણે વસી ગઇ.

*

પ્રેમમાં કોઇ કોઇનાથી બીતા ન હોય,
પ્રેમમાં કોઇ આચારસંહિતા ન હોય !

-સુરેશ લાલણ

જાન્યુઆરી 20, 2013 Posted by | સ્વરચિત કાવ્યો | 2 ટિપ્પણીઓ

%d bloggers like this: