ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે….


તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,

રુવેં રુવેંથી ટહુકા ખર્યા છે!

હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,

વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

હોઠોથી અમીરસ ઝર્યા કરે છે,

એવાં તે કેવાં ચુંબન કર્યાં છે?

હસતાં હસતાં ય ખરતાં રહે છે,

આંખોમાં નકરાં આંશુ ભર્યા છે!

મહેંકી ઉઠી છે દિલની હવેલી,

શ્વાસો મારા સુંગધથી ભર્યા છે!

દર્પણમાં ચહેરો દીપી રહ્યો છે,

આ દિલમાં દિવા કોણે કર્યા છે?

-સુરેશ લાલણ 

Advertisements

જૂન 8, 2011 Posted by | સ્વરચિત કાવ્યો | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: