ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

મારો જ પડછાયો મારાથી દુર છે

                                                                                                                                                                  

                                                                                                         

 મારો જ પડછાયો મારાથી દુર છે,

મારે સખી તારી તાતી જરૂર છે!

                                                                                                           

અંતર માપું તો તું જોજનો દુર છે,

આમ મારા અંતરમાં હાજરા હાજુર છે!

                                                                                                         

 તું આત્માનો સુર છે, આંખોનું નૂર છે,

જીવવા માટે પણ તારી જરૂર છે!

                                                                                                           

વિરહ ઘેઘુર છે, તડપન પ્રચુર છે,

ધડકન તો જો તું કેટલી મજબુર છે!

                                                                                                           

આશની જરૂર છે, શ્વાસની જરૂર છે,

થોડોક થોડોક આપ, તારા સાથની જરૂર છે!

.

.

-Suresh Lalan

Advertisements

જાન્યુઆરી 10, 2012 Posted by | સ્વરચિત કાવ્યો | 4 ટિપ્પણીઓ

Online તું પ્યાર કરે છે!


 

                                                                                                                                                                

  Mobile થી વાત કરે છે,

Webcam થી મુલાકાત કરે છે!

વાતો દિવસ રાત કરે છે,

વખાણ તું મોં-ફાટ કરે છે!

                                                                                                                                                                  

મીઠી વાતો  mail કરે છે,

રંગીન વાતો  share કરે છે.

ચેટીંગ-ચેટીંગ રમતાં રમતાં,

દુર બેઠી તું લહેર કરે છે!

                                                                                                                                                                  

ગમે ત્યારે hi કરે છે,

ગમે ત્યારે bye કરે છે,

મેં તો લીલો પ્રેમ કર્યો છે,

તું કેમ એને dry કરે છે?

                                                                                                                                                                    

  સાવ simple પ્યાર કરે છે!

By default વ્યવહાર કરે છે.

મને ગમે છે અંગત મળવું

Online તું પ્યાર કરે છે!

-સુરેશ લાલણ


જાન્યુઆરી 7, 2012 Posted by | સ્વરચિત કાવ્યો | 10 ટિપ્પણીઓ

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે….


તે કરેલા સ્પર્શ પાંગર્યા છે,

રુવેં રુવેંથી ટહુકા ખર્યા છે!

હૈયે હેત હિલ્લોળે ચડ્યું છે,

વિતેલા પ્રસંગો પાછા ફર્યા છે!

હોઠોથી અમીરસ ઝર્યા કરે છે,

એવાં તે કેવાં ચુંબન કર્યાં છે?

હસતાં હસતાં ય ખરતાં રહે છે,

આંખોમાં નકરાં આંશુ ભર્યા છે!

મહેંકી ઉઠી છે દિલની હવેલી,

શ્વાસો મારા સુંગધથી ભર્યા છે!

દર્પણમાં ચહેરો દીપી રહ્યો છે,

આ દિલમાં દિવા કોણે કર્યા છે?

-સુરેશ લાલણ 

જૂન 8, 2011 Posted by | સ્વરચિત કાવ્યો | 3 ટિપ્પણીઓ

પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ digital મળે છે

Computerની circuit જેવા સંબંધો!

 

હવે સંબંધો install થઇ શકે છે,

હાર્ટમાં લાગણીઓનું storage થઇ શકે છે.

એ copy-paste થાય, delete થઇ શકે,  rename તો રોજે રોજ થઇ શકે છે.

 

સંબંધો હવે કોમ્પ્યુટરની ફાઇલની જેમ share થઇ શકે છે.

જરૂર પડે તો formate change થઇ શકે છે.

 

પ્રેમ હવે આંખોના મળવાથી જ નહીં email મળવાથી પણ થઇ જાય છે!

હાર્ટમાં નહીં હાર્ડ ડીસ્કમાં આખું જગત સમાઇ જાય છે. 

સંબંધોમાં પણ હવે ‘mobile number portability’ જેવી સરળતા રહે છે.

terms-condition સારા હોય ત્યાં સૌ ઢળતા રહે છે.

 

‘live in relationship’ જેવા રૂપાળા label મળે છે.

પ્રેમ, લાગણી, ઉષ્મા બધું જ digital મળે છે.

 

પૈસાથી સંબંધો recharge થાય છે.

હવે તો બધું જ on-line થઇ શકે છે.

credit cardથી રોમાંસ થઇ શકે છે!

 

પણ,

આ બધું તું જવા દે.

જે થતું હોય તે થવા દે.

આપણો પ્રેમ disconnect ન થઇ જાય તે જોજે.

આપણી નાનકડી દુનિયા on-line  install કરવી પડશે,

next, next, next કરતાં એને run કરવી પડશે.

 

મારા માટે તું antivirus સમ લાગે છે,

તારા વગર હવે મારા જીવને જોખમ લાગે છે.

 

facebook પર મળતી રહેજે,

email, call કરતી રહેજે.

તો ચાલ, હવે હું જાઉં છું,

આજ પુરતો log off થાઉં છું.

 

 

Share

ફેબ્રુવારી 11, 2011 Posted by | સ્વરચિત કાવ્યો | 13 ટિપ્પણીઓ

ગુજરાત સરકારનો ‘વેલેન્ટાઇન ડે સ્પેશિયલ’ !!

 

         

         

          બધી જ બાબતો માં આગળ નીકળી જવાની હોડમાં રહેલું ગુજરાત ‘પ્રેમનું પર્વ’ ઉજવવામાં સહેજે પાછું ન પડી જાય તે હેતુંથી ગુજરાત સરકારે ગઇ કાલે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં ૧૪મી ફેબ્રુઆરી /વેલેન્ટાઇન ડેને રંગે-ચંગે ઉજવવાનો ઐતિહાસીક નિર્ણય લીધો છે!આ પ્રસંગની ઉજવણીમાં ક્યાંય સુષ્કતા ન વર્તાય અને દેખાડો કે બનાવટ ન લાગે એ માટે રાજકારણીઓ અને સરકારી અમલદારોને એના આયોજન અને ઉજવણીથી દુર રહેવાની તાકીદ કરવામાં આવી છે. તદઉપરાંત તેની ઉજવણી સરકારી રાહે ન થતાં આયોજનની તમામ જવાબદારીઓ કવિઓ, લેખકો અને વિવિધ ક્ષેત્રના કલાકારોને માનભેર સોંપવામાં આવી છે! આ જ મીટીંગમાં સત્તાવાર રીતે એક સ્લોગન પણ વહેતું મુકાયું છેઃ

 

“પ્રેમનો મહાકુંભ છલકાવો, જય જય ગરવી ગુજરાત ગાવો.”

         

        ધામધુમથી ઉજવાનારા આ ‘પ્રેમોત્સવ’ની આછેરી ઝલક આ પ્રમાણે છે……

 • આ દિવસે રાજ્યના તમામ બગીચાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવશે.
 • રાજ્યના જાહેર સ્થળોએ રહેલા તમામ હોજ સુગંધીત-રંગીન પાણીથી છલકાવાશે.
 • સમગ્ર રાજ્યમાં ફુલોની મફત લહાણી થશે.
 • પસંદગીની ગીફ્ટ પર લોન ઉપરાંત ૫૦% સબસીડી આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
 • રાજ્યમાં ઠેરઠેર મુસાયરાનું આયોજન કરાશે.
 • પ્રેમપત્ર લેખન સ્પર્ધાનું રાજ્યસ્તરીય આયોજન કરવાનું વિચારાયું છે.
 • ૧૪મી ફેબ્રુઆરીની વહેલી સવારે રાજ્યના સાંસ્કૄતિક મંત્રીશ્રીના હસ્તે સાયરન વગાડી વીધીવત ઉજવણી શરું થશે!
 • આ દિવસે પરણનાર યુગલના પ્રથમ બાળકને વિના ડોનેશને શાળા પ્રવેશ મળશે તેવી સરકારશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે!!
 • આ દિવસે છુટાછેડાની અરજી પાછી ખેચનાર યુગલને પાંચ વર્ષને અંતે ખરાઇ કરીને, તેમણે કૉર્ટ-કચેરી પાછળ ખર્ચેલી રકમ પુરસ્કાર સ્વરૂપે અપાશે.
 • આ દિવસ પુરતા પોલીસ અધિકારીઓને પણ ખાખી વર્ધી છોડી રંગીન પોશાક્માં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે!
 • એકાંતના સ્થળે છુપા કેમેરા ગોઠવીને ‘પ્રેમલા-પ્રેમલીની રમત’ લાઇવ ટેલીકાસ્ટ કરી ગુજ્જુ-પ્રેમને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ મિડિયાને છુટ અપાય તેવી શક્યતા છે!
 • અખબારોને એ દિવસે પ્રેમપ્રચુર સાહિત્ય પીરસતી રંગીન પૂર્તિઓ બહાર પાડવાનું કહેવામાં આવ્યું છે.
 • રેડીયો જોકીઓ ધેર ધેર ફરીને જીવંત પ્રસારણથી લોકોના રંગીન મિજાજને બહોળા શ્રોતાજનો સુધી પહોંચતો કરશે.
 • સરકારશ્રી તરફથી ૨૦૧૨ થી ‘પ્રેમરત્ન’,’પ્રેમવિભુષણ’,’પ્રેમભુષણ’,’પ્રેમશ્રી’ જેવા પુરષ્કારની શરુઆત કરાશે તેવી સત્તાવાર જાહેરાત થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

         

          ઉજવણીની ચરમસીમાએ સંધ્યાકાળે રાજ્યના કુંવારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની જનતાને સંબોધતાં સરપ્રાઇઝ જાહેરાત કરશે!!

           નોધઃ આ લેખ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત લખાયો અને પ્રસિધ્ધ કરોયો છે!

 

 

Share

ફેબ્રુવારી 3, 2011 Posted by | અન્ય.. | 4 ટિપ્પણીઓ

દરીયામાં ભરતી ને ભીતરે ઓટ !!

 

 

 

 

          તું આવવાની છે એવા વાવડ આવ્યા ને મારા ઉંબરાના પથ્થરોમાં જાન આવી ગયો! ટોડલે લટકતાં તોરણો બોલું-બોલું થવા માંડયાં. બારસાખ તો જાણે તને ભેટવા જ તૈયાર ઉભું’તું. આંગણામાં પુરેલી રંગોળીના રંગો ઝળહળું થવા માંડયા.મારી ઓસરી પરનાં દેશી નેવાં કાન સરવા કરીને બેઠાં હતાં કે ક્યારે તારા ઝાંઝરનો ઝંકાર થાય. ઓસરીના નાટ પરના માળામાંની ચકલી આજ સવારથી ઓસરી છોડીની બહાર ગઇ જ નો’તી. કાગડો તો સવારથી જ કા-કા-કા કરીને કોઇના આવવાના સમાચાર આપી ગયેલો. મારા આંગણામાં વાવેલો તુલસી પણ આજે વધારે ખુશ્બુ ફેલાવી રહ્યો હતો. નાનો ભાઇ પણ બહું ખુશ હતો તેણે આજે નિશાળે ન જવાની હઠ પકડેલી.

          બપોર થઇ, બધા રાહ જોતા હતાં તારી. ત્યાં જ ટપાલી આવ્યો, તું નહી પણ તારો પત્ર આવ્યો. એમાં લખ્યું હતું; “પ્રિયે, આમ તો હું આવવાની જ હતી પણ પછી વિચાર માંડી વાળ્યો, આ ગરમીમાં ગામડામાં રહેવાને બદલે તું મુંબઇ આવ. પુનમ આવે છે, દરીયામાં સરસ ભરતી આવશે, જોવા જઇશું”

         -અને મારા ચહેરા પર થીજી ગયેલા મૌનને સૌ સમજી ગયા! સર્વત્ર સ્તબ્ધતા છવાઇ ગઇ. તારા મુંબઇના દરીયામાં તો ભરતી આવી જ હશે પણ મારા દરીયા જેવડા દિલમાં ઓટ આવી ગઇ અને આખા ઘરમાં ન પુરાય એવી તારી ખોટ!!

          શેરીના નાકે સુંદર રાગમાં ગવાતૂં આ ગીત બેસુરુ થઇ ગયું… અને હું એને સાંભળી શકવાની હામ ગુમાવી બેઠો!!

 

મેરી સપનોકી રાની કબ આયેગી તું ??

આઇ ઋતું મસ્તાની કબ આયેગી તું ??

બીત જાયેગી જીંદગાની કબ આયેગી તું ?

ચલી આ…..  તું ચલી આ……

 

         

Share

જાન્યુઆરી 29, 2011 Posted by | મૌલિક પ્રેમપત્રો | 7 ટિપ્પણીઓ

%d bloggers like this: