ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તારા વીના હું હવે…

 

 

 

તારા વીના હું હવે ભાનમાં નથી.

મારો જ પડછાયો મારા મકાનમાં નથી.

 

શું સાંભળીને મારે જીવવું હવે ?

તારો એકેય ટહુકો મારા કાનમાં નથી.

 

લખું તો ય તને શું લખું સખી ?

એક પણ શબ્દ મારી જબાનમાં નથી.

 

સ્વપ્નોમાં કેટલી સાચવી’તી મેં તને ?

આજે સ્વપ્ન પણ આંખોની બાનમાં નથીં.

 

-સુરેશ લાલણ

Share

ફેબ્રુવારી 18, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 1 ટીકા

ચાલો આપણે પ્રેમ કરીએ…..

 

      આ કવિતા મારા શાળા-કોલેજ જતા મિત્રો તમારા માટે લખી છે. પાર્ટી  કે પિકનિકમાં  

 સાથે મળીને ગાઇએ તો મજા આવે.  પણ ફ્રી પિરીયેડમાં  ગાવાની છુટ નથી હોં !   

    
 
 
 
 

                                                  ચાલો આપણે પ્રેમ કરીએ..

                                                  ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  તમે કહો છો તેમ કરીએ.                 ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  ભેગા થઇ એ, છુટા પડીએ,   

                                                  એક બીજાના માટે મરીએ.   

                                                  ભણવા જઇએ, ના પણ જઇએ,   

                                                  મનને ફાવે એમ કરીએ.                   ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  ફ્રી પિરીયેડ કે પિકનિક જઇએ.   

                                                  રમતાં રમતાં રીસાઇ લઇએ.   

                                                  ઉઠ બેસ કરીએ, કાન પકડીએ,   

                                                  તમને ગમે છે એમ કરીએ.                ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  ભણવા તો બે દહાડા જઇએ.   

                                                  બાકીના દિવસે ચાલો રખડીએ.   

                                                  પિકચર જોઇએ, પાર્ટી કરીએ,   

                                                  દિલ કહે છે એમ કરીએ.                    ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  એક બીજાને ગમતા રહીએ.   

                                                  પ્રેમ કરું છું કહેતા રહીએ.   

                                                  કોલેજ જઇએ, ટ્યુશન જઇએ,   

                                                  સમય મળે જેમ, તેમ કરીએ.             ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  ‘બી માય વેલેન્ટાઇન’ કહીએ,   

                                                  કે વસંતપંચમીનો પ્રેમ લઇએ.   

                                                  જે કંઇ દઇએ, દિલથી દઇએ.   

                                                  ‘૩-ઇડીયટ્સ’ની જેમ કરીએ.               ચાલો આપણે પ્રેમ કરીએ.   

                                                  -સુરેશ લાલણ   

         

 

Share

ફેબ્રુવારી 12, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 8 ટિપ્પણીઓ

SMS – સ્વીટ મેસેજ શેરીંગ

            

           આજે આ બ્લોગ પર વાંચક મિત્રોનો અપાર પ્રેમ વરસતો જોઇને કંઇક નવું લખવાનો વિચાર આવ્યો છે. SMSના જમાનાને અનુરૂપ મારે પણ SMS એટલેકે Sort Message Service નહીં પણ Sweet Message Sharing જેવું કંઇક લખવું છે. દિલની વાતને બે-ત્રણ પંક્તિમાં મુકી શકાય તો એને Share કરવાનું સરળ પડે ! સવારે કરેલો વાયદો સાંજે પુરો કરું છું. મિત્રો,આ બ્લોગમાં રજુ થતી દરેક કૃતી મારું મૌલીક સર્જન  છે અને સર્જન હમેંશાં સમય માંગે છે, થોડુંક મોડા વહેલું થાય તો ચલાવી લેજો !   આવજો. તમારા Idias જણાવશો..

  

એવી  દ્વીધા મારા મનમાં સતત સાલે સનમ,

તને  પાનીએ  ચુમુ  કે  ચુમુ ગાલે સનમ !

                                                                                   

 રેશમી કાગળ ઉપર કિનખાબી સંબધો ટાંકી દઇએ ચાલો  !

અક્ષર ઉપર દિવા ને શબ્દો ઉપર નામ આંકી દઇએ ચાલો !

 

 શી રીતે સ્પર્શ કરાવું હું તને મારા આનંદનો ?

લે, તારા દિલથી માપજે મારા દિલના સ્પંદનો !!

 

 આ શહેરના લોકો કેમ આટલા બદનામ છે ?

આ મહોબ્બત વળી કઇ બલાનું નામ છે ??

 

 આવો તો તમને ગીત સંભળાવું વાંસળીમાં,

મુઠ્ઠી જેવડું દિલ મારૂં ગાઇ રહયું છે પાંસળીમાં.

 

 વિધાતા તારી ઝંખના ય મને ખુબ ભારે પડી,

તું આવી નહીં ને આ કોરીકટ જિંદગી પનારે પડી.

 

 દિલમાં કોઇની યાદ આવી હસે ?

કે પછી ત્યાં કોઇએ આગ પેટાવી હશે ?

 

 થાય છે કંઇક સખીને મોકલું,

લાગણી કે  દરિયો લખીને મોકલું.

 

 પતંગની પાછળ જેમ દોરી લંબાય છે,

તારી પાછળ એમ મારાં વર્ષો જાય છે.

 

 

 

Share

ફેબ્રુવારી 11, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 2 ટિપ્પણીઓ

તારા વગર….

 

 

ગગન ભાસે જેવું સિતારા વગર,

આજે એવો જ છું હું તારા વગર.

કોઇ રેલી નીકળે જેમ નારા વગર,

બસ એટલો ક્ષુબ્ધ છું હું તારા વગર.

વહાણ ક્યાં લાંગરે કિનારા વગર?

મારે પણ એવું જ થયું છે તારા વગર.

કેવા ભોંઠા પડીયે આવકારા વગર?

મને કોઇ આવકારતું નથી તારા વગર.

જીવે જો કોઇ શ્વાસના સહારા વગર,

તો જ હું સંભવી શકું તારા વગર.

હું ચલાવી લઉં એમ છું મારા વગર,

પણ જીવવું શક્ય નથી તારા વગર.

-સુરેશ લાલણ

Share

ફેબ્રુવારી 8, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 26 ટિપ્પણીઓ

વેલેન્ટાઇન ગીફ્ટ

 

 

વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે..પ્રિયતમા પોતાના પ્રિયતમને Velentine gift’ મોકલી સાથે વીગતવાર પત્ર લખે છે. વાંચો…..

 

 

પ્રિય,

            આવી રહેલા વેલેન્ટાઇન ડે પર તને મોકલાવ્યું છે મારી ઇચ્છા અને તારી પસંદનું એક ગીફ્ટ પાર્સલ ! એ ખોલવાનો પાસવર્ડ મેં ઇમેઇલ સોરી હાર્ટમેઇલથી મોકલ્યો છે!  વિગત તું જરા જોઇલે…..

 

  • સ્વપ્નમાં મારી મુઠ્ઠીમાં ભીંસાઇ ગયેલા એક ગાઢ આલિંગનને આ સાથે મોકલું છું. તું આંખો બંધ કરીને એને માણી લે જે !
  • તે કરેલા સ્પર્શમાંથી હજીય ફોરી રહેલી ઝણઝણાટીમાં બોળીને આ કાગળ મોકલ્યો છે ! માન્યામાં ન આવે તો તું આ કાગળ તારા બન્ને ગાલે ઘસ !
  • મારા દિલની છેલ્લી સ્થિતીનો કાર્ડીયોગ્રામ મોકલવાના બદલે તેની એક ધડકન મોકલું છું. તારા દિલમાં મુકીને મારા દિલના ઝુરાપાને જો !
  • વીતેલી રાતે આવેલા એક તોફાની સ્વપ્નની સર્ટીફાઇડ ઝેરોક્ષ પણ આ સાથે સામેલ છે ! એને જોવા માટે તારે મીઠી નિંદર લેવી ફરજીયાત છે !
  • શિયાળાની ગુલાબી સાંજે, રમતાં-રમતાં તને યાદ કરતાં એક સીટી મારી દીધેલી ! એ પણ મોકલી આપું છું.
  • આ બધાની સાથે મેં એક તાજું તસતસતું ચુંબન મોકલ્યું છે ! જે ડિસ્કાઉન્ટ રુપે છે. હિસાબમાં ગણવું નહીં.

 

             ઉપરોક્ત ઘટનાઓની સોરી ગીફ્ટની અનુભૂતિ કે પ્રતિતિ થયેથી તેના સવિસ્તાર રિપોર્ટ સાથે તારી ચુમી ભરેલી પાકી રશીદ મોકલી આપજે ! સમાજશ્રીના વખતોવખતના નિયમ મુજબ આ બાબતે કોઇ નિર્યાત ડ્યુટી કે જકાત ભરવાની રહેતી નથી ! ભુલચુક લેવી દેવી ! જરૂર જણાય તો તારા ખર્ચે અને મારા ટાઇમે મારા મોબાઇલ પર એક રીંગ મારી દેજે.

            તા.ક.  અમે આપેલો માલ પાછો લેતા નથી !

            હવે તું વિમાસણ્માં મુકાઇ ગયો હોઇશ કે રિટર્ન ગીફ્ટ શું આપવી ! હું માંગું ??

  • એક, આપણા પ્રગાઢ પ્રેમની વચ્ચે ભીંસાઇ ગયેલી અને જીંદગીની અમુલ્ય એવી એ ક્ષણ જ્યારે તે મને પહેલીવાર ચુમી લીધેલી !
  • અને બીજી, તારી પેલી કવિતા…

‘થાય છે કે કંઇક સખીને મોકલું,  લાગણી કે દરિયો લખીને મોકલું.’

 

લી.,

તારા દિલડાની ચોર

Share

ફેબ્રુવારી 6, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 12 ટિપ્પણીઓ

…એટલે કવિતા.

યે દિલ હૈ કે માનતા નહી..

તારી તીવ્ર યાદ એટલે  કવિતા,

મીઠી ફરીયાદ એટલે  કવિતા.

તારો અભાવ એટલે  કવિતા,

મધુરો સ્વભાવ એટલે  કવિતા.

રણકતો સાદ એટલે  કવિતા,

ઝરમર વરસાદ એટલે  કવિતા.

યૌવનનો ઉન્માદ એટલે  કવિતા,

પ્રણયનો પ્રસાદ એટલે  કવિતા.

તે કરેલા ધાવ એટલે કવિતા,

એનો રૂઝાવ એટલે કવિતા.

આંખનો મીલાવ એટલે કવિતા,

ખુદમાં ડૂબી જાવ એટલે કવિતા.

 

 

 

Share

ફેબ્રુવારી 1, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 6 ટિપ્પણીઓ

%d bloggers like this: