ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

પ્રેમનું પ્રશ્નપત્ર

 વિષયઃ  “સુન મેરી સજની”

             

              

                  દરેક સાજન માટે આ ‘પ્રેમનું પ્રશ્નપત્ર’ કઢાયું છે.  બધા સવાલ સવા લાખના છે. જવાબ જેવા તેવા નહીં ચાલે ! સજની સ્વયમ પ્રેમનું પ્રશ્નપત્ર તપાસી જોશે ! પાસ થવાનું થોડુંક અઘરું છે. દરેક પ્રશ્નની સાથે પરિક્ષકે ઉદહરણ રૂપે (દા. ત. ) એક જવાબ મુક્યો છે. તમારો જવાબ તમે જાણો !!

 

 

 

  • ખુબ જ ઓછા સમયમાં તમારી પ્રિયતમા તમારા હદય , મન, ઘર અને કુટુંબ પર છવાઇ જાય, બધે જ એની વાહ વાહ થઇ જાય તો તમે એને ઘણા ઓછા શબ્દોમાં કઇ રીતે બીરદાવો ? ?

             દા. ત.                                     આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,

જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ !

 

  • કોઇની પાછળ તમે દિવાના થઇ ગયા છો એની પ્રતિતિ કરાવવા તમે એ પ્રિય પાત્રને શું કહેશો ? “ મારા સોગંધ” કે “તારા સોગંધ બસ”  ના- ના એવું તો નહીં ચાલે. આનાથી આગળ શું કહેવાય ?

             દા. ત.                           દેખતી આંખો છતાંય તમારી પાછળ થઇ ગયો છું અંધ,

માનો તો ઠીક છે નહીં તો તમારા રૂપના સોગંધ !!

 

  • પ્રિયતમાના રૂપના વખાણ કરતાં તમને આવડે છે ? કાચની પુતળી કે ચાંદના ટુકડાથી આગળ તમે શું વિચાર્યું છે ?

             દા. ત.                                       તને સહેજ અમથી મેં બહાર બોલવી,

અને ફૂલો હસી પડયાં જાણે કે બહાર આવી !

 

  • પ્રિય પાત્રના સુંદર દાંતના વખાણ કઇ રીતે કરશો ?  ‘દાડમની કળી જેવા તારા દાંત’થી આગળ ક્યારેય વધ્યા છો ખરા ??

             દા. ત.                                       અમે શું ગાઇએ તમારા દાંતના ગાણા,

એ જોઇને જ ઇશ્વરે બનાવ્યા છે દાડમના દાણા !

 

  • અંધોના નગરમાં અરીસા અને ટાલીયાઓના શહેરમાં કાંસકાની શું કિંમત ? અપાર સૌંદર્યનો ખજાનો પણ તેના કદરદાનને ઝંખે છે. પણ સૌંદર્યને નિરખીને પોતાની આંખોને ઠારતા કદરદાનોને દુનિયાના લોકો શું કહે છે ? લખો એ કદરદાનાના શબ્દોમાં !

             દા. ત.                                 આ લોકો સૌંદર્ય માટે બે શબ્દો ય કયાં કહે છે,

અને અમે કરીએ કદર તો લોકો કહે કે ઝાંખે છે !!

 

  • જવાનીના નશામાં પ્રેમની બજારમાં ભલે સારા ઠેકાણે પણ સસ્તામાં વેચાઇ ગયાની નઠારી વાત કરી પ્રિયતમાને ચીડવી શકાય ખરી . પણ આવી નઠારી વાતને મઠારીને કરવી શી રીતે ??

             દા. ત.                                     હું ભુલમાં જ તમારી કસમ ખાઇ ગયો છું,

હું સાવ સસ્તામાં વેચાઇ ગયો છું !!

 

  • હું તારા ભરોસે છું. તારા પર કરેલા ભરોસે તો મારું જીવન ટકેલું છે ! આ વાતને પ્રિયજનને વધારે અસરકારક રીતે વ્યક્ત કરવી હોય તો શું કહેવાય ?

             દા. ત.                                       માત્ર તારો જ વિશ્વાસ લઇને જીવું છું,

હું ઉછીના શ્વાસ લઇને જીવું છું !

 

  • પ્રિયપાત્ર જ્યારે પોતાનાથી થોડાક કે ઘણા દિવસો માટે દુર જઇ રહ્યું હોય એ પળ, એ ક્ષણ અતિ કઠીન હોય છે. દિલને દિલાસો આપવા ખાતર શું અરજ કરી શકાય ?

             દા. ત.                                  શક્ય હોય તો તારો પડછાયો તું મુકીને જા,

તડકો પડે છે ખુબ એક છાંયો તું મુકીને જા. 

 

  • પ્રિયતમા પર હદ ઉપરાંતનો પ્રેમ ઉભરાઇ આવે અને પેલા ફિલ્મી ગીત “કહાં સે કરું મેં પ્યાર શરૂ” જેવી હાલત થાય ત્યારે તમારા મનમાં કેવી ગડમથલ થાય ? ?

             દા. ત.                                  એવી દ્વીધા મારા મનમાં સતત સાલે સનમ,

તને પાનીએ ચુમુ કે ચુમુ ગાલે સનમ !

 

  • કોઇના દિલમાં થોડીક જગ્યા મેળવવા મથતો પ્રેમી તેની નાદાન- નાસમજ પ્રેમીકાને આ વાત શી રીતે સમજાવે ?

             દા. ત.                                     હું રોજ રોજ તમારી જ ખોજમાં રહું છું,

તમે જેને તમારૂં દિલ કહો છો તેને હું મારી મંજીલ કહું છું! 

 

Share

Advertisements

મે 29, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 2 ટિપ્પણીઓ

મેરી સપનોકી રાની કબ આયેગી તું ?

 

મેરી સપનોકી રાની કબ આયેગી તું ?

બડી ૠતું મસ્તાની કબ આયેગી તું ?

ચલી આ…. ચલી આ…. તું ચલી આ…

 

ડાર્લિંગ,

         

          એકદમ મજામાં હોઇશ. ફોન પર તારો મન મુકીને હસવાનો ખિલખિલાટ સાંભળીને અત્યારે હું એ ખિલખિલાટને ગજવે ભરવાની મથામણ કરું છું! તારો પ્રેમથી લથબથ થયેલો પત્ર મારા હાથમાં છે. હું એને હૈયાની આંખો વડે વાંચી રહ્યો છું. દિલના પ્રત્યેક ધબકારની સાથે તારી સ્મૃતિઓની મધુર ધંટડીઓ રણકી રહી છે. જાણે મારા દિલમાં તારો રાજ્યાભિષેક ચાલી રહ્યો છે !!

 

          ગત રવિવારની બપોરની એ મદહોશ ક્ષણોના ઘેનમાંથી હું હજુય પુરો મુક્ત થયો નથી….કે જ્યારે આપણે પરસ્પરના બહુપાશમાં એક આછેરા આલિંગનની મોજ માણી રહ્યાં હતાં ! તારી વાચાળ આંખો, મૌન હોઠ અને હસતા ચહેરાને તારી ના-ના-ના ની વચ્ચે મારા હોઠ ચુમી લેવા તત્પર હતા, ચુમી લેતા હતા. જાણે તારી શરમ અને મારી શરારત સંતાકુકડી રમતાં’તાં ! સંતાકુકડી રમતાં રમતાં એક બીજામાં ખોવાઇ જવાનો આનંદ કેવો હતો પ્રિયે ? આપણી ઓળખ, આપણું અસ્તિત્વ એક બીજા માટે ન્યોછાવર થઇ રહ્યાં હતાં જેમ પાણીમાંથી પરપોટો અને પરપોટામાંથી પાણી થાય એમ ! તે તો લજ્જાવશ તેનો પડઘો પત્રમાં પાડવાનું ટાળ્યું છે પણ મારા તો રુંવે રુંવે તે કરેલા સ્પર્શ પાંગરી રહ્યા છે ! તારા મીઠા, માદક અને ઘેઘુર શબ્દો ટહુકાઓ બનીને મારા કાનમાં હજીયે ગુંજી રહ્યા છે.

 

          ડાર્લિંગ, દિવસે દિવસે આપણો પ્રેમ વધારે પ્રગાઢ, પરિપક્વ અને સુંવાળો બની રહ્યો છે. આપણી વચ્ચે ક્યાંય કશુંય છુપાવી ન શકાય તેવી પારદર્શકતા આવી ગઇ છે ! આ ક્ષણે તારા પત્રની પ્રત્યેક કડી મને હચમચાવી રહી છે. હું સાવ પ્રેમ ભીનો થઇ ગયો છું. તું નજીક હોત તારા પાલવ કે દુપટ્ટાથી જરાક કોરો થઇ જાત !

 

          મે તો મારા જીવનની સઘળી ક્ષણો હવે તને અર્પણ કરી દીધી છે. તારો માત્ર સહવાસ પણ મારો પરિણય બની રહે છે. તારી અંગડાઇઓ મારા માટે ઉર્જા પેદા કરે છે. માત્ર તારું અસ્તિત્વ જ મારું વિશ્વ છે. પ્રેમ-પ્યાર– ઇશ્ક અરે મારું સર્વસ્વ તું છે. સાચું કહું તો તારા વગરનું જીવન હવે જીવન નથી લાગતું ! લાગે છે કે કશુંક ગુમાવીને જીવી રહ્યો છું. તારો વિરહ મને કયાંક પાગલ ન બનાવી દે તો સારું.

 

          મારા હોઠ પર તો દિનભર મસ્તીભર્યાં ગીતો જ આવ્યા કરે છે. ખબર જ નથી પડતી કે તે દિવસે મારા કુંવારા હોઠો પર તે કવિતા લખેલી કે ચુંબન !!

 

લી.,

                                                                     તારા દિલની ધડકન

Encl:     મારા દિલની એક ધડકન

                                                 

 

Share

મે 20, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 6 ટિપ્પણીઓ

ફૂલ તુમ્હૈ ભેજા હૈ ખતમેં, ફૂલ નહીં મેરા દિલ હૈ…

 

 
 
 
 
 

રાજા કી આયેગી બારાત...

  

  

  

  

  

  

 

રાજા ! 

          તારો પત્ર વાંચ્યો અને દિલ ભરાઇ ગયું… કહેને કે છલકાઇ ગયું. મારા પત્રના ઇંતજારમાં તું કેવો અને કેટલો તડપતો હશે એ મારા સિવાય ભલા બીજું કોણ સમજી શકે ? કોણ કલ્પી શકે ? અને એટલે જ તો કોલેજથી મારતા સ્કુટરે ઘરે આવીને તને આ પત્ર લખવા બેઠી છું. હું લખી લખીને બીજું લખી પણ શું શકીશ ?  દિલને કાગળ પર નિચોવી લેવાનું મન થાય છે પણ એવી આવડત ક્યાં છે ! કાશ ! દિલમાં ઉદ્ભવતી લાગણીઓનો કાર્ડિયોગ્રામ કાઢી આપે તેવા કોઇ ડોકટર મારા શહેરમાં હોત ! 

         ડાર્લિંગ, તારા વગરની તે કંઇ જીંદગી છે ? તે તો ‘NO LIFE WITHOUT WIFE’ લખી નાખ્યું. મારૂં શું ? મારે શું લખવું ?? મારા દિલના ‘ઝુરાપા’ને જો તને લખી મોકલું તો તું રડી પડશે એવી બીકે આ કલમ અટકી અટકીને ચાલે છે. પણ હકીકત એ છે કે હવે હું તારાથી કશું જ છુપાવી શકું તેમ નથી ! હું હવે સંપુર્ણપણે ‘તારામય’ થઇ ગઇ છું. ‘હું’ અને ‘તું’ બન્ને પરસ્પરમાં ઓગળીને ‘આપણે’ થઇ ગયું છે. તું મારા જીવનમાં આવ્યો ન હોત તો આ જીંદગી આટલી રંગીન, આટલી ખુબસુરત ન હોત. આ ઝુરાપો, આ વિરહ, આ વલોપાત તને પામવા માટેની તપસ્યા માત્ર છે પ્રિયે ! સાચે જ તું મને ખુ…બ   જ ગમે છે. પુછતો નહી કે શા માટે ? 

         હું આવતા વીક એન્ડમાં થનારા આપણા મિલનની પ્રતિક્ષામાં છું. આ વખતે મારે તને પ્રેમના કેશુડા રંગે રંગી નાખવો છે! મારે તારી આંખોમાં આંખો પરોવીને હાડોહાડ હસવું છે. તારા ખભે માથું મુકીને તારા વિરહથી આંખોમાં ઝળુંબાઇ રહેલાં થોડાંક આંસુઓ સારવાં છે. અને ડાર્લિંગ, પછી તારા જ રૂમાલથી તારા હાથે મારે મારાં આ મોતી શાં અશ્રુઓ લુછવાં છે. 

          તે અગાઉ પત્રમાં લખેલું કે ‘આપણે જેને ઝાકળ કહીએ છીએ તે તો આપણા વિરહથી વ્યથીત થયેલા ચંદ્રએ રાતભર સારેલાં આંસુઓ જ છે ! કેમ ખરું ને ?’ સાવ જ ખરું છે. તને યાદ હોય તો આપણા પહેલા એકાંત મિલન વેળા, ચોપાટીથી થોડેક દુર, આછા ઝાંખા અજવાળામાં હું ભીંજાઇ ગયેલી ! જો કે એ લાગણી હતી કે ઝાકળ એ મને ખબર નથી. એ જે હોય તે પણ મને થોડાંક ફિલ્મી ગીતો લખવાનું મન થાય છે…. 

  

હમ તેરે બીન કહી રહ નહી પાતે….. તુમ નહીં આતે તો હમ મર જાતે.. 

  

ચુરા લિયા હૈ દિલકો જો તુમને, નજર નહીં ચુરાના સનમ, 

બદલકે મેરી જીંદગાની, કહી બદલ ના જાના સનમ.. 

  

કુછ હમકો તુમસે કહેના તો હૈ, કુછ તુમકો હમસે કહેના તો હૈ.. 

અલગ અલગ કુછ ભી કહેના નહીં, અલગ અલગ અબ હમકો રહેના નહીં.. 

  

આયે હો મેરી જીંદગીમેં તુમ બહાર બનકે.. 

  મેરે દિલમેં યુ હી રહેના તુમ પ્યાર પ્યાર બનકે… 

  

  

પત્રમાં તો હવે અહીં જ અટકું છું. જરા નજીક આવ તને ચુંમી લઉં ! 

લી., 

તારા દિલની મહારાણી 

 

 

Share

મે 8, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 2 ટિપ્પણીઓ

   

%d bloggers like this: