ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

– તો દિલ offline થઇ જાય છે !!

 

 

 

વગર ઓળખાણે આપણે થઇ ગયા online,

અને પછી તો મળી ગઇ આપણી line !

 

તું મળી લે છે માત્ર ક્યારેક  facebook  પર તો ક્યારેક twitter  પર.

મેં તો તને ઓફર કરી જોઇ છે મળવાની theater પર !

હવે તો તે તારા રંગીન ફોટાઓ પણ મને share કરી દીધા છે,

મે તેને blue chip share ની જેમ સાચવી લીધા છે !!

 

તારું શહેર, પોળ, લત્તો મારી જાણમાં નથી..માત્ર email id છે મારી પાસે.

પણ તને રૂબરૂ મળવા આવવાનું થાશે ત્યારે જોયું જાશે !!

Chat boxમાં તારા શબ્દો વેરાતા જોઇને હસું છું.

એમાંથી તારો મધુરો ટહુકો સાંભળવા મથું છું.

 

હવે આપણે online નથી થતા તો દિલ offline થઇ જાય છે !!

 

તું કોણ છે ? ક્યાં છે ? શું છે ? એ રહસ્ય આજે ય અકબંધ છે.

છતાં ય આ કેવો સંબંધ છે ??

 

મારું માત્ર એટલું જ કહેવું છે,

તારું પણ ઇશ્વરના જેવું જ છે !!

“ઇશ્વર સાક્ષાત જોઇ શકાતો નથી માત્ર અનુભવી શકાય છે”

જોને,

તારા કિસ્સામાં પણ કઇક આવું જ થાય છે…….!!

 

 

Share

Advertisements

ઓક્ટોબર 26, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 7 ટિપ્પણીઓ

   

%d bloggers like this: