ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે

 

 

 

 મેં  સ્વપ્નોને આંખોની પેલે પાર ખોયાં છે.

લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે.

 

તમારો ચહેરો ફુલગુલાબી,

છલકાતી આંખો છે શરાબી.

જાણે કે ફુલોને કોઇએ ઝાકળથી ધોયાં છે.

લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે.

 

તમારી ચાલ છે તેજાબી,

કેવો ઠાઠ છે નવાબી ?

તમારી પાછળ કેટલાંય અરમાનો રોયાં છે.

લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે.

 

તમે ડ્રેસ પહેર્યો છે પંજાબી,

છાતી છે છલકાતી રૂઆબી.

 દેહના કામણ કાતીલ નજરોમાં પરોવ્યાં છે.

લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે.

 

નાક કાન મખમલી બેતાબી,

હાથ પગ રેશમી ગુલાબી.

જાણે ઘાટીલા અંગોને માખણથી ચોળ્યાં છે.

લાગે છે કે મેં તમને ક્યાંક જોયાં છે.

 

 

Share

માર્ચ 31, 2010 Posted by | સ્વરચિત કાવ્યો | 3 ટિપ્પણીઓ

તે કરેલા સ્પર્શ પાંગર્યા છે !

 

પ્રિયે,

 

          જો આજે હું તારા સાંનિધ્યમાં હોત તો મે તને પ્રેમના રંગે અને હૈયાના ઉમંગે રંગી નાખી હોત પણ તું આજે મારાથી દુ….ર છે અને મને તારો પ્રથમ સ્પર્શ, પ્રથમ રોમાંસ અને દિલ વિંધીને કશુંક આરપાર નીકળી ગયાની ઘટના સતાવી રહી છે ! વધુમાં તે આપેલા પરફ્યુમની ખુશ્બુ તારી યાદની તીવ્રતાને બહેકાવી રહી છે ! ખબર જ નથી પડતી કે આ ઝુરાપાને, આ તલસાટને શું નામ આપું. સાચે જ કશુંક ગુમાવીને જીવતો હોઉ તેવું લાગે છે. કોઇક કવિની પંક્તિ અહીં લખવાનું મન થાય છે….

“જોત જોતામાં ત્વચાની ભેખડો તુટી જશે

  લોહી તોફાને ચડયું છે સ્પર્શની ઘટના પછી.”

 

          પ્રિયે, બે દિવસ તારું સાંનિધ્ય માણ્યા પછી ઉમટેલી ખુશીઓના મહાસાગરમાં તારા પત્રના આગમનથી જાણે ભરતી આવી ગઇ છે ! તારા પત્રના ભાવ અને ભાષા, હેત અને લાગણી ખુબ જ હદય સ્પર્શી છે, ડાર્લિગ, માત્ર તારો પત્ર જ નથી આવ્યો પણ જાણેકે તે રૂબરૂ આવીને દિલના દરવાજે ટકોરા માર્યા છે !  મારી બાહુઓમાં સમાઇ જવાની તારી તીવ્ર ઉત્કંઠાએ મને પ્રેમની ચરમસીમાની પ્રતિતિ કરાવી છે. મને લખતાં જ ક્યાં આવડે છે એમ કહીને તે જે કંઇ લખ્યું છે મારા માટે સુક્કીભઠ્ઠ ધરતી પર ઝરમર વરસતા વરસાદ કરતાં ય વિશેષ છે ! પ્રિયે, સાચે જ તને મેળવીને હું કશુંક અસંભવ પામ્યાનો મને અહેસાસ થાય છે. મારી કલ્પનાઓની પેલે પારનું જગત મેં તારી આંખોમાં જોઇ લીધું છે ! સાચું કહું તો મારી અપૂર્ણતાઓ તું છે યાને કે તારા વીના હું અધુરો છું ! તને પામ્યાના અલ્પ સમયમાં મારા અસ્તિત્વને તારાથી દુર કરવાનું ચામડી ઉતરડીને બદનથી દુર કરવા જેટલું અઘરૂં થઇ ગયું છે.

          અત્યારે જ,  આ પત્ર લખતાં લખતાં પણ તને મારા મજબુત બાહુપાશમાં જકડી લઇને તારા અંગે અંગને ચુમી લેવાની ઝંખના થાય છે. તારા લીલાછમ હરીયાળા તન પ્રદેશને કયા કયા અક્ષાંશ રેખાંશે મેં સ્પર્શેલી તે મને હજુ યાદ છે. અને મારી જ એક કાવ્ય પંક્તિની જેમ….

“તે કરેલા સ્પર્શ પાંગર્યા છે, ને રૂવે રૂવેથી ટહુકા ખર્યા છે.”

 

          મેં તારા બધા જ ફોટોગ્રાફસ એક આલબમમાં મને ગમતા ક્રમે ગોઠવી રાખ્યા છે. આવનારાં સૌ ફોટા તારા જુએ છે અને ઇર્ષા મારી કરે છે ! સાડીમાં તું સાચે જ જામે છે, ખીલે છે, ખુલે છે. તારો ફોટો જોઇને એક કવિતા લખી છે…

“તારો ચહેરો જોઇને મને તરસ લાગે છે,

સાડીમાં તું સાચે જ બહુ સરસ લાગે છે.

 

          પ્રિયે, લાગે છે કે મારા ખ્વાબો અને ખ્યાલોને તે થોડાક કલાકોમાં જ સમજી લીધા છે. અને એટલે જ અલ્પ ક્ષણોમાં આપણે અત્યંત નિકટ આવી ગયા છીયે. પ્રિયે હું તો તારી સાથે એવો નાતો ઇચ્છું છું કે જેમાં હું અને તું ખુદની સાથે વર્તીએ છીએ તેમ એક બીજા સાથે વર્તી શકીયે… ફાવે ત્યારે, ફાવે તેમ ! બાકી હું તો જન્મારાનો તરસ્યો છું… તારે મને પ્રેમથી તૃપ્ત કરવાનો છે. તારો પ્રેમ મને ઝંકૃત કરી મુકશે.

          છેલ્લા દોઢ કલાકથી પત્ર લખીને પ્રિતનો પડઘો પડવા મથું છું પણ પ્રિયે, પ્રિતનો પડઘો પાડવાનું સામર્થ્ય પ્રિયાના પડખા કરતાં વિશેષ બીજે ક્યાં હોય ?? કાશ તું અત્યારે મારી પાસે જ હોત તો ?

 

લી.,

તારા વિયોગે ઝુરતો

તારો દિવાનો

 

Share

માર્ચ 8, 2010 Posted by | મૌલિક પ્રેમપત્રો | 6 ટિપ્પણીઓ

   

%d bloggers like this: