તારા વીના હું હવે…
તારા વીના હું હવે ભાનમાં નથી.
મારો જ પડછાયો મારા મકાનમાં નથી.
શું સાંભળીને મારે જીવવું હવે ?
તારો એકેય ટહુકો મારા કાનમાં નથી.
લખું તો ય તને શું લખું સખી ?
એક પણ શબ્દ મારી જબાનમાં નથી.
સ્વપ્નોમાં કેટલી સાચવી’તી મેં તને ?
આજે સ્વપ્ન પણ આંખોની બાનમાં નથીં.
-સુરેશ લાલણ
સુરેશભાઈ આપનું લખાણ ખૂબ સરસ છે તેમજ આપનો આ બ્લોગ ખૂબસૂરત છે. અભિનંદન અને આભાર.
ટિપ્પણી by Dilip Patel | માર્ચ 5, 2010 |