ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

દિલ કે ટુકડે હુએ હજાર, કોઇ યહાં ગીરા, કોઈ વહાં ગીરા…

         

           માફ કરજો ! આજની પોસ્ટ આ બ્લોગના વિષયને અનુરૂપ નથી પરંતુ આ બ્લોગ પર આવનારા વાંચકો ભવિષ્યના નવાં અવતરનાર બાળકોના માતા-પિતા હોઇ શકે છે તેવા ખ્યાલ માત્રથી મારો આ લેખ અહીં મુકવાની છુટ લઉં છું –  સુરેશ લાલણ

 

ગર્ભપાત એટલે

 દિલ કે ટુકડે હુએ હજાર,

કોઇ યહાં ગીરા, કોઈ વહાં ગીરા.

    

            

 

          કહેવાય છે કે ઇશ્ચરથી આખી સૃષ્ટિમાં પહોંચી વળાય તેમ ન હતું એટલે એમણે ‘મા‘ નું સર્જન કર્યુ. એવી ‘મા’ કે ઇશ્ચરે પણ પૃથ્વી પર અવતરવું હોય તો તેની કુખે જન્મ લેવો પડે. ‘મા’ને ઇશ્ચર પછીનો દરજ્જો અપાયો. માતૃત્વને એક સંસ્કાર ગણવામાં આવ્યો. એક સમય હતો કે જ્યારે ઇશ્વર સ્ત્રીના ઉદરમાં એક જીવ મુકે ને માનો જીવ પોતાનામાં વીક્સી રહેલા બીજા જીવને સગી આંખે જોવા તલસતો હોય. બાળક અવતરે, નાનકડી નિર્દોષ આંખો દુનિયાને ટગર ટગર જોતી હોય,ખુશીનો માહોલ સર્જાય, મીઠાઇઓ વહેંચાય પછી ભલેને એ પાંચમુ સાતમું કે નવમું સંતાન હોય. પણ ત્યારે ‘ફેમીલી પ્લાનિંગ’ ઇશ્વરના હાથમાંથી કોઇએ ઝુટવી લીધું નો ‘તું. અત્યારની કેટલીક સ્ત્રીઓની જેમ ત્યારની સ્ત્રીઓ આટલા કઠણ કાળજાની ન હતી.ત્યારે આવા સોનોગ્રાફી મશીનોની જરૂર પણ નો ‘તી પડતી. ગર્ભપાત કરી આપતાં આવાં કસાઇખાના પણ ન હતાં.  આજે તો પોતાના જ હાડ માંસ અને પોતાના જ લોહીમાંથી વિકસી રહેલા પોતાના કાળજાના  (દિલના) ટુકડાનું એબોર્શન કરાવી કોઈ સ્ત્રી હોિસ્પટલનાં પગથીયા ઉતરતી હોય અને ક્યાંક ગીત વાગતું હોય ‘દિલ કે ટુકડે હુએ હજાર, કોઇ યહાં ગીરા, કોઈ વહાં ગીરા‘ અને તો પણ પાષાણ હ્ય્દયી એ ‘મા’ ની આંખમાંથી પસ્તાવાનું એક અશ્રું પણ નથી આવતું !

 

          એક સ્ત્રી ભગવાને પોતાનામાં મુકેલી કોઈ ખામીને લઈને ‘મા’ નહી બની શકતાં મંદિર-મંદિર, હોસ્પિટલ-હોસ્પિટલ ભટકે છે અને એક સ્ત્રી ભગવાને તેના ઉદરમાં મુકેલા જીવથી છુટકારો મેળવવા હોસ્પિટલનાં પગથીયાં ચડે છે. ઇશ્વરને ત્યાં પણ અંધેર થઇ ગયું લાગે છે. ઈશ્વર ન્યાય ચૂક્યો છે. ઈશ્વર આવી પાષાણ હદયી માને શીશુ ભેટ આપવાની કોશીષ કેમ કરતો હશે? પેલી વંધ્ય સ્ત્રીના ખેાળાના ખુંદનાર માટેના કાલાવાલા કેમ સાંભળતો નહી હોય?

        એક બાજુ શિક્ષણ વધ્યું છે તો બીજી તરફ સંસ્કાર નાશ પામતા જાય છે. સોનોગ્રાફીથી ગર્ભસ્થ શીશુનું લીંગ પરીક્ષણ થાય છે અને એક મા જે દિકરી સ્વરૂપે જન્મી હતી તે જ મા પોતાના ગર્ભમાં વીકસી રહેલી દિકરીને આ દુનિયામાં આવતી રોકે છે. જનેતાનું દિમાગ શેતાની સ્વરૂપ ધારણ કરી પોતાના દિલ પર એક મોટો પથ્થર મુકી દે છે. પોતાના ઉદરમાં વીકસી રહેલા ગર્ભને જીવ નહી પણ પદાર્થ સમજીને ગર્ભપાત કરાવી નાંખે છે. આ સમયે ‘મા’ ના ઉદરમાં અસહ્ય્ય વેદનાથી ચિત્કાર કરતો એ કાચી માટીનો જીવ જાણે તેની જનેતાને કહી રહ્યો હોય છે કે – ઝખમ પર હાથ રખોગે તો દુહાઈ દેગા, તુમ તો પથ્થર હો તુમ્હે કૈસે સુનાઇ દેગા‘.

        આખરે મરણને શરણ થયેલું એ કાચી માટીનું ફૂલ સ્વર્ગમાંથી તેની જનેતાને પત્ર લખે છે:

મારી વ્હાલી મમ્મી,

               તુ હવે દવાખાનેથી દ્યેર આવી ગઇ હોઇશ. તારી તિબયતની મને ચિંતા થાય છે. હવે તારી તબિયત સારી હશે.

              વ્હાલી મમ્મી, તારી કુક્ષીએ મારો અંશ રહ્યો ત્યારથી જ મને વાત્સલયથી ઉભરાતો ‘મા‘નો ચહેરો જોવાની ઝંખના હતી. મમ્મી, મારા ગાલ તારી એક વ્હાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઇને ખીલવું ‘તું. મારે મારી માનો ખોળો ખુંદવો ‘તો. મારે તારા આંગણામાં પગલી પાડવી ‘તી અને આખા દ્યરને કિ૯લોલથી ભરી દેવું ‘તુ મારે. મમ્મી, મને તારુ હાલરડું સાંભળતાં સાંભળતાં ઉંઘવાની ઝંખના હતી. મમ્મી, મારે મારી જનેતાનું ધાવણ પીને ઉછેરવું ‘તું. મારે તો મમ્મી તારો દિકરો થવું હતું પણ……

               તને તો ‘દિકરાની‘ ઝંખના હતી.તારે માત્ર સંતાનથી ખોળો નો ‘તો ભરવો તારે તો ભવિષ્યમાં કમાઉ દિકરાથી દ્યર ભરી દેવું ‘તું મમ્મી. તારે કોઇ ‘પારકી થાપણ‘ નો ‘તી ઉછેરવી. તારે તો તારી મિ૯કતનો વારસદાર ઉછેરવો હતો મમ્મી. અને એટલે જ તો મમ્મી તને મારી કાલી-કાલી ભાષા સાંભળવાની  ઝંખના નો ‘તી. તને તારી છાતીમાં ઉભરાતા ધાવણનું કોઇ ખાસ મૂ૯ય નો ‘તું. અને એટલે જ મમ્મી તેં દવાખાને જઇને મારાથી છુટકારો મેળવતા હાશકારો અનુભવ્યો હશે. પણ મમ્મી, ડોક્ટરના ચીપીયા ખાઇ-ખાઈને તારુ આ ફુલ આક્રંદ કરતું ‘તું, તરફડતું ‘તુ. મને હતું કે હમણાં મારી મમ્મી મારી વ્હારે આવશે. પણ કદાચ તને દયા નહી આવી હોય મમ્મી પણ ઇશ્વરને દયા આવી ગઇ. મારું ધબકતું હૈયું ફટ દઇને ફાટી ગયું અને મને તરત જ ઉપર બોલાવી લીધી મમ્મી.

               તું ‘ય છોકરી થઇને જ કોઇક માની કુક્ષીએ અવતરેલી એ વાત  તું કેમ ભૂલી ગઇ મમ્મી ? બીજું તો ઠીક છે પણ તારા પેટને મારી કબર બનાવતા તને શરમ પણ ન આવી ? ચિંતા ન કરતી મમ્મી. હવે ‘ભઇલો‘ જ્યારે જન્મ લે ત્યારે તેને દીદીની યાદ આપજે અને પપ્પાને મારા પત્રની વાત ન કરતી એ નાહકના આપણા બંને પર ચીડાશે.

               મમ્મી, મારે બીજી કુક્ષીએ જન્મ લેવા જવાની ઉતાવળ છે, આવજે.

   લી, તારી લાડકી દિકરી.    

             દુનીયામાં એક પણ શ્વાસ લીધા વગર બ્રહ્યાંડમાં ક્યાંક ઉડી ગયેલી કેટલીય બાળકીઓ પોતાના પર થયેલા જુલમોની વીતક કથાઓ તેમની જનેતાઓને મોકલ્યા કરતી હશે. ઇશ્વરની અદાલતમાં તેનો ખટલો જરૂર મંડાતો હશે. વહેલી મોડી પણ ઇશ્વર ગુનેગારોને સજા કરશે જ, કરતો જ હશે. પણ તેનાથી આ બધુ નહીં અટકે એના માટે તો પ્રત્યેક ‘મા‘ એ પોતાનામાં ધરબાઇ ગયેલી મમતાને જગાડવી પડશે. પિતાએ વધારે જવાબદારીપૂર્વક વર્તવું પડશે. અહી વાત વસ્તી વધારાને પ્રોત્સાહન આપવાની નથી પણ જેના સર્જન માટે તમે પોતે જવાબદાર છો, એને નિભાવવાની છે.

 

ગર્ભપાત અને ખુનમાં કોઇ ફરક નથીઃ  એક બાળકીની માતા પેટમાં વિકસી રહેલી બીજી બાળકીનો ગર્ભપાત કરાવવા જાય છે. માતાનો રિપોર્ટ જોઇ ડોક્ટર કહે છે, ” ગર્ભપાત કરાવવામાં માતાના જીવને જોખમ છે. એક કામ થઇ શકે, તમારે એક બાળકી તો જોઇએ છે ને ?  આને અવતરવા દઇએ અને મોટીને ……???!!!

Share

જૂન 7, 2010 - Posted by | અન્ય..

3 ટિપ્પણીઓ »

  1. આદરણીય શ્રી સુરેશભાઈ
    આપના બ્લોગ ની મુલાકાત લીધી આજ ના વાસ્તવિક પ્રશ્નો ખુબજ સરસ શબ્દોમાં વણી લીધા છે
    આપના વિચારો સાથે મારા વિચારો ખુબજ મેચ થાય છે. અનેરી દુનિયા નામ નો બ્લોગ શરૂ કર્યો છે અનુકુળતા એ મુલાકાત લેશો આભાર
    ( રમેશ સરવૈયા )

    http://aneriduniya.wordpress.com/category/uncategorized/

    ટિપ્પણી by રમેશ સરવૈયા | એપ્રિલ 20, 2011 | જવાબ આપો

    • *Dear Rameshbhai,* *Thank you so much for visit and comment to my blog.* *will definitely visit to your blog * Regards, *Suresh Lalan* ** *SPARKLE DIAMOND* 6/1240, ‘Shreeji Nivas’, Bhutsheri, Mahidharpura, Surat- 395 003

      +91 93776 80136

      ટિપ્પણી by SURESH LALAN | એપ્રિલ 20, 2011 | જવાબ આપો

  2. radavi de tevi karuna che maa ni

    ટિપ્પણી by vikas | મે 13, 2011 | જવાબ આપો


Leave a comment