ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

ગુજરાત સરકારનો ‘વેલેન્ટાઇન ડે સ્પેશિયલ’ !!

 

         

         

          બધી જ બાબતો માં આગળ નીકળી જવાની હોડમાં રહેલું ગુજરાત ‘પ્રેમનું પર્વ’ ઉજવવામાં સહેજે પાછું ન પડી જાય તે હેતુંથી ગુજરાત સરકારે ગઇ કાલે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં ૧૪મી ફેબ્રુઆરી /વેલેન્ટાઇન ડેને રંગે-ચંગે ઉજવવાનો ઐતિહાસીક નિર્ણય લીધો છે!આ પ્રસંગની ઉજવણીમાં ક્યાંય સુષ્કતા ન વર્તાય અને દેખાડો કે બનાવટ ન લાગે એ માટે રાજકારણીઓ અને સરકારી અમલદારોને એના આયોજન અને ઉજવણીથી દુર રહેવાની તાકીદ કરવામાં આવી છે. તદઉપરાંત તેની ઉજવણી સરકારી રાહે ન થતાં આયોજનની તમામ જવાબદારીઓ કવિઓ, લેખકો અને વિવિધ ક્ષેત્રના કલાકારોને માનભેર સોંપવામાં આવી છે! આ જ મીટીંગમાં સત્તાવાર રીતે એક સ્લોગન પણ વહેતું મુકાયું છેઃ

 

“પ્રેમનો મહાકુંભ છલકાવો, જય જય ગરવી ગુજરાત ગાવો.”

         

        ધામધુમથી ઉજવાનારા આ ‘પ્રેમોત્સવ’ની આછેરી ઝલક આ પ્રમાણે છે……

 • આ દિવસે રાજ્યના તમામ બગીચાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવશે.
 • રાજ્યના જાહેર સ્થળોએ રહેલા તમામ હોજ સુગંધીત-રંગીન પાણીથી છલકાવાશે.
 • સમગ્ર રાજ્યમાં ફુલોની મફત લહાણી થશે.
 • પસંદગીની ગીફ્ટ પર લોન ઉપરાંત ૫૦% સબસીડી આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
 • રાજ્યમાં ઠેરઠેર મુસાયરાનું આયોજન કરાશે.
 • પ્રેમપત્ર લેખન સ્પર્ધાનું રાજ્યસ્તરીય આયોજન કરવાનું વિચારાયું છે.
 • ૧૪મી ફેબ્રુઆરીની વહેલી સવારે રાજ્યના સાંસ્કૄતિક મંત્રીશ્રીના હસ્તે સાયરન વગાડી વીધીવત ઉજવણી શરું થશે!
 • આ દિવસે પરણનાર યુગલના પ્રથમ બાળકને વિના ડોનેશને શાળા પ્રવેશ મળશે તેવી સરકારશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે!!
 • આ દિવસે છુટાછેડાની અરજી પાછી ખેચનાર યુગલને પાંચ વર્ષને અંતે ખરાઇ કરીને, તેમણે કૉર્ટ-કચેરી પાછળ ખર્ચેલી રકમ પુરસ્કાર સ્વરૂપે અપાશે.
 • આ દિવસ પુરતા પોલીસ અધિકારીઓને પણ ખાખી વર્ધી છોડી રંગીન પોશાક્માં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે!
 • એકાંતના સ્થળે છુપા કેમેરા ગોઠવીને ‘પ્રેમલા-પ્રેમલીની રમત’ લાઇવ ટેલીકાસ્ટ કરી ગુજ્જુ-પ્રેમને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ મિડિયાને છુટ અપાય તેવી શક્યતા છે!
 • અખબારોને એ દિવસે પ્રેમપ્રચુર સાહિત્ય પીરસતી રંગીન પૂર્તિઓ બહાર પાડવાનું કહેવામાં આવ્યું છે.
 • રેડીયો જોકીઓ ધેર ધેર ફરીને જીવંત પ્રસારણથી લોકોના રંગીન મિજાજને બહોળા શ્રોતાજનો સુધી પહોંચતો કરશે.
 • સરકારશ્રી તરફથી ૨૦૧૨ થી ‘પ્રેમરત્ન’,’પ્રેમવિભુષણ’,’પ્રેમભુષણ’,’પ્રેમશ્રી’ જેવા પુરષ્કારની શરુઆત કરાશે તેવી સત્તાવાર જાહેરાત થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.

         

          ઉજવણીની ચરમસીમાએ સંધ્યાકાળે રાજ્યના કુંવારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની જનતાને સંબોધતાં સરપ્રાઇઝ જાહેરાત કરશે!!

           નોધઃ આ લેખ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત લખાયો અને પ્રસિધ્ધ કરોયો છે!

 

 

Share

Advertisements

ફેબ્રુવારી 3, 2011 Posted by | અન્ય.. | 4 ટિપ્પણીઓ

દિલ કે ટુકડે હુએ હજાર, કોઇ યહાં ગીરા, કોઈ વહાં ગીરા…

         

           માફ કરજો ! આજની પોસ્ટ આ બ્લોગના વિષયને અનુરૂપ નથી પરંતુ આ બ્લોગ પર આવનારા વાંચકો ભવિષ્યના નવાં અવતરનાર બાળકોના માતા-પિતા હોઇ શકે છે તેવા ખ્યાલ માત્રથી મારો આ લેખ અહીં મુકવાની છુટ લઉં છું –  સુરેશ લાલણ

 

ગર્ભપાત એટલે

 દિલ કે ટુકડે હુએ હજાર,

કોઇ યહાં ગીરા, કોઈ વહાં ગીરા.

    

            

 

          કહેવાય છે કે ઇશ્ચરથી આખી સૃષ્ટિમાં પહોંચી વળાય તેમ ન હતું એટલે એમણે ‘મા‘ નું સર્જન કર્યુ. એવી ‘મા’ કે ઇશ્ચરે પણ પૃથ્વી પર અવતરવું હોય તો તેની કુખે જન્મ લેવો પડે. ‘મા’ને ઇશ્ચર પછીનો દરજ્જો અપાયો. માતૃત્વને એક સંસ્કાર ગણવામાં આવ્યો. એક સમય હતો કે જ્યારે ઇશ્વર સ્ત્રીના ઉદરમાં એક જીવ મુકે ને માનો જીવ પોતાનામાં વીક્સી રહેલા બીજા જીવને સગી આંખે જોવા તલસતો હોય. બાળક અવતરે, નાનકડી નિર્દોષ આંખો દુનિયાને ટગર ટગર જોતી હોય,ખુશીનો માહોલ સર્જાય, મીઠાઇઓ વહેંચાય પછી ભલેને એ પાંચમુ સાતમું કે નવમું સંતાન હોય. પણ ત્યારે ‘ફેમીલી પ્લાનિંગ’ ઇશ્વરના હાથમાંથી કોઇએ ઝુટવી લીધું નો ‘તું. અત્યારની કેટલીક સ્ત્રીઓની જેમ ત્યારની સ્ત્રીઓ આટલા કઠણ કાળજાની ન હતી.ત્યારે આવા સોનોગ્રાફી મશીનોની જરૂર પણ નો ‘તી પડતી. ગર્ભપાત કરી આપતાં આવાં કસાઇખાના પણ ન હતાં.  આજે તો પોતાના જ હાડ માંસ અને પોતાના જ લોહીમાંથી વિકસી રહેલા પોતાના કાળજાના  (દિલના) ટુકડાનું એબોર્શન કરાવી કોઈ સ્ત્રી હોિસ્પટલનાં પગથીયા ઉતરતી હોય અને ક્યાંક ગીત વાગતું હોય ‘દિલ કે ટુકડે હુએ હજાર, કોઇ યહાં ગીરા, કોઈ વહાં ગીરા‘ અને તો પણ પાષાણ હ્ય્દયી એ ‘મા’ ની આંખમાંથી પસ્તાવાનું એક અશ્રું પણ નથી આવતું !

 

          એક સ્ત્રી ભગવાને પોતાનામાં મુકેલી કોઈ ખામીને લઈને ‘મા’ નહી બની શકતાં મંદિર-મંદિર, હોસ્પિટલ-હોસ્પિટલ ભટકે છે અને એક સ્ત્રી ભગવાને તેના ઉદરમાં મુકેલા જીવથી છુટકારો મેળવવા હોસ્પિટલનાં પગથીયાં ચડે છે. ઇશ્વરને ત્યાં પણ અંધેર થઇ ગયું લાગે છે. ઈશ્વર ન્યાય ચૂક્યો છે. ઈશ્વર આવી પાષાણ હદયી માને શીશુ ભેટ આપવાની કોશીષ કેમ કરતો હશે? પેલી વંધ્ય સ્ત્રીના ખેાળાના ખુંદનાર માટેના કાલાવાલા કેમ સાંભળતો નહી હોય?

        એક બાજુ શિક્ષણ વધ્યું છે તો બીજી તરફ સંસ્કાર નાશ પામતા જાય છે. સોનોગ્રાફીથી ગર્ભસ્થ શીશુનું લીંગ પરીક્ષણ થાય છે અને એક મા જે દિકરી સ્વરૂપે જન્મી હતી તે જ મા પોતાના ગર્ભમાં વીકસી રહેલી દિકરીને આ દુનિયામાં આવતી રોકે છે. જનેતાનું દિમાગ શેતાની સ્વરૂપ ધારણ કરી પોતાના દિલ પર એક મોટો પથ્થર મુકી દે છે. પોતાના ઉદરમાં વીકસી રહેલા ગર્ભને જીવ નહી પણ પદાર્થ સમજીને ગર્ભપાત કરાવી નાંખે છે. આ સમયે ‘મા’ ના ઉદરમાં અસહ્ય્ય વેદનાથી ચિત્કાર કરતો એ કાચી માટીનો જીવ જાણે તેની જનેતાને કહી રહ્યો હોય છે કે – ઝખમ પર હાથ રખોગે તો દુહાઈ દેગા, તુમ તો પથ્થર હો તુમ્હે કૈસે સુનાઇ દેગા‘.

        આખરે મરણને શરણ થયેલું એ કાચી માટીનું ફૂલ સ્વર્ગમાંથી તેની જનેતાને પત્ર લખે છે:

મારી વ્હાલી મમ્મી,

               તુ હવે દવાખાનેથી દ્યેર આવી ગઇ હોઇશ. તારી તિબયતની મને ચિંતા થાય છે. હવે તારી તબિયત સારી હશે.

              વ્હાલી મમ્મી, તારી કુક્ષીએ મારો અંશ રહ્યો ત્યારથી જ મને વાત્સલયથી ઉભરાતો ‘મા‘નો ચહેરો જોવાની ઝંખના હતી. મમ્મી, મારા ગાલ તારી એક વ્હાલભરી ચૂમી માટે તલસતા હતા. મારે મારી જનેતાના હાથમાં ફૂલ થઇને ખીલવું ‘તું. મારે મારી માનો ખોળો ખુંદવો ‘તો. મારે તારા આંગણામાં પગલી પાડવી ‘તી અને આખા દ્યરને કિ૯લોલથી ભરી દેવું ‘તુ મારે. મમ્મી, મને તારુ હાલરડું સાંભળતાં સાંભળતાં ઉંઘવાની ઝંખના હતી. મમ્મી, મારે મારી જનેતાનું ધાવણ પીને ઉછેરવું ‘તું. મારે તો મમ્મી તારો દિકરો થવું હતું પણ……

               તને તો ‘દિકરાની‘ ઝંખના હતી.તારે માત્ર સંતાનથી ખોળો નો ‘તો ભરવો તારે તો ભવિષ્યમાં કમાઉ દિકરાથી દ્યર ભરી દેવું ‘તું મમ્મી. તારે કોઇ ‘પારકી થાપણ‘ નો ‘તી ઉછેરવી. તારે તો તારી મિ૯કતનો વારસદાર ઉછેરવો હતો મમ્મી. અને એટલે જ તો મમ્મી તને મારી કાલી-કાલી ભાષા સાંભળવાની  ઝંખના નો ‘તી. તને તારી છાતીમાં ઉભરાતા ધાવણનું કોઇ ખાસ મૂ૯ય નો ‘તું. અને એટલે જ મમ્મી તેં દવાખાને જઇને મારાથી છુટકારો મેળવતા હાશકારો અનુભવ્યો હશે. પણ મમ્મી, ડોક્ટરના ચીપીયા ખાઇ-ખાઈને તારુ આ ફુલ આક્રંદ કરતું ‘તું, તરફડતું ‘તુ. મને હતું કે હમણાં મારી મમ્મી મારી વ્હારે આવશે. પણ કદાચ તને દયા નહી આવી હોય મમ્મી પણ ઇશ્વરને દયા આવી ગઇ. મારું ધબકતું હૈયું ફટ દઇને ફાટી ગયું અને મને તરત જ ઉપર બોલાવી લીધી મમ્મી.

               તું ‘ય છોકરી થઇને જ કોઇક માની કુક્ષીએ અવતરેલી એ વાત  તું કેમ ભૂલી ગઇ મમ્મી ? બીજું તો ઠીક છે પણ તારા પેટને મારી કબર બનાવતા તને શરમ પણ ન આવી ? ચિંતા ન કરતી મમ્મી. હવે ‘ભઇલો‘ જ્યારે જન્મ લે ત્યારે તેને દીદીની યાદ આપજે અને પપ્પાને મારા પત્રની વાત ન કરતી એ નાહકના આપણા બંને પર ચીડાશે.

               મમ્મી, મારે બીજી કુક્ષીએ જન્મ લેવા જવાની ઉતાવળ છે, આવજે.

   લી, તારી લાડકી દિકરી.    

             દુનીયામાં એક પણ શ્વાસ લીધા વગર બ્રહ્યાંડમાં ક્યાંક ઉડી ગયેલી કેટલીય બાળકીઓ પોતાના પર થયેલા જુલમોની વીતક કથાઓ તેમની જનેતાઓને મોકલ્યા કરતી હશે. ઇશ્વરની અદાલતમાં તેનો ખટલો જરૂર મંડાતો હશે. વહેલી મોડી પણ ઇશ્વર ગુનેગારોને સજા કરશે જ, કરતો જ હશે. પણ તેનાથી આ બધુ નહીં અટકે એના માટે તો પ્રત્યેક ‘મા‘ એ પોતાનામાં ધરબાઇ ગયેલી મમતાને જગાડવી પડશે. પિતાએ વધારે જવાબદારીપૂર્વક વર્તવું પડશે. અહી વાત વસ્તી વધારાને પ્રોત્સાહન આપવાની નથી પણ જેના સર્જન માટે તમે પોતે જવાબદાર છો, એને નિભાવવાની છે.

 

ગર્ભપાત અને ખુનમાં કોઇ ફરક નથીઃ  એક બાળકીની માતા પેટમાં વિકસી રહેલી બીજી બાળકીનો ગર્ભપાત કરાવવા જાય છે. માતાનો રિપોર્ટ જોઇ ડોક્ટર કહે છે, ” ગર્ભપાત કરાવવામાં માતાના જીવને જોખમ છે. એક કામ થઇ શકે, તમારે એક બાળકી તો જોઇએ છે ને ?  આને અવતરવા દઇએ અને મોટીને ……???!!!

Share

જૂન 7, 2010 Posted by | અન્ય.. | 3 ટિપ્પણીઓ

   

%d bloggers like this: