ગુજરાતી પ્રેમપત્રો

" તું નથી તો કંઇ નથી આ જિંદગી! "

તારા વીના હું હવે…

 

 

 

તારા વીના હું હવે ભાનમાં નથી.

મારો જ પડછાયો મારા મકાનમાં નથી.

 

શું સાંભળીને મારે જીવવું હવે ?

તારો એકેય ટહુકો મારા કાનમાં નથી.

 

લખું તો ય તને શું લખું સખી ?

એક પણ શબ્દ મારી જબાનમાં નથી.

 

સ્વપ્નોમાં કેટલી સાચવી’તી મેં તને ?

આજે સ્વપ્ન પણ આંખોની બાનમાં નથીં.

 

-સુરેશ લાલણ

Share

ફેબ્રુવારી 18, 2010 - Posted by | સ્વરચિત કાવ્યો

1 ટીકા »

  1. સુરેશભાઈ આપનું લખાણ ખૂબ સરસ છે તેમજ આપનો આ બ્લોગ ખૂબસૂરત છે. અભિનંદન અને આભાર.

    ટિપ્પણી by Dilip Patel | માર્ચ 5, 2010 | જવાબ આપો


Leave a comment