મારો જ પડછાયો મારાથી દુર છે
મારો જ પડછાયો મારાથી દુર છે,
મારે સખી તારી તાતી જરૂર છે!
અંતર માપું તો તું જોજનો દુર છે,
આમ મારા અંતરમાં હાજરા હાજુર છે!
તું આત્માનો સુર છે, આંખોનું નૂર છે,
જીવવા માટે પણ તારી જરૂર છે!
વિરહ ઘેઘુર છે, તડપન પ્રચુર છે,
ધડકન તો જો તું કેટલી મજબુર છે!
આશની જરૂર છે, શ્વાસની જરૂર છે,
થોડોક થોડોક આપ, તારા સાથની જરૂર છે!



