Online તું પ્યાર કરે છે!
Mobile થી વાત કરે છે,
Webcam થી મુલાકાત કરે છે!
વાતો દિવસ રાત કરે છે,
વખાણ તું મોં-ફાટ કરે છે!
મીઠી વાતો mail કરે છે,
રંગીન વાતો share કરે છે.
ચેટીંગ-ચેટીંગ રમતાં રમતાં,
દુર બેઠી તું લહેર કરે છે!
ગમે ત્યારે hi કરે છે,
ગમે ત્યારે bye કરે છે,
મેં તો લીલો પ્રેમ કર્યો છે,
તું કેમ એને dry કરે છે?
સાવ simple પ્યાર કરે છે!
By default વ્યવહાર કરે છે.
મને ગમે છે અંગત મળવું
Online તું પ્યાર કરે છે!



