ગુજરાત સરકારનો ‘વેલેન્ટાઇન ડે સ્પેશિયલ’ !!
બધી જ બાબતો માં આગળ નીકળી જવાની હોડમાં રહેલું ગુજરાત ‘પ્રેમનું પર્વ’ ઉજવવામાં સહેજે પાછું ન પડી જાય તે હેતુંથી ગુજરાત સરકારે ગઇ કાલે મળેલી પ્રધાનમંડળની બેઠકમાં ૧૪મી ફેબ્રુઆરી /વેલેન્ટાઇન ડેને રંગે-ચંગે ઉજવવાનો ઐતિહાસીક નિર્ણય લીધો છે!આ પ્રસંગની ઉજવણીમાં ક્યાંય સુષ્કતા ન વર્તાય અને દેખાડો કે બનાવટ ન લાગે એ માટે રાજકારણીઓ અને સરકારી અમલદારોને એના આયોજન અને ઉજવણીથી દુર રહેવાની તાકીદ કરવામાં આવી છે. તદઉપરાંત તેની ઉજવણી સરકારી રાહે ન થતાં આયોજનની તમામ જવાબદારીઓ કવિઓ, લેખકો અને વિવિધ ક્ષેત્રના કલાકારોને માનભેર સોંપવામાં આવી છે! આ જ મીટીંગમાં સત્તાવાર રીતે એક સ્લોગન પણ વહેતું મુકાયું છેઃ
“પ્રેમનો મહાકુંભ છલકાવો, જય જય ગરવી ગુજરાત ગાવો.”
ધામધુમથી ઉજવાનારા આ ‘પ્રેમોત્સવ’ની આછેરી ઝલક આ પ્રમાણે છે……
-
આ દિવસે રાજ્યના તમામ બગીચાઓને દુલ્હનની જેમ શણગારવામાં આવશે.
-
રાજ્યના જાહેર સ્થળોએ રહેલા તમામ હોજ સુગંધીત-રંગીન પાણીથી છલકાવાશે.
-
સમગ્ર રાજ્યમાં ફુલોની મફત લહાણી થશે.
-
પસંદગીની ગીફ્ટ પર લોન ઉપરાંત ૫૦% સબસીડી આપવાનું ઠરાવવામાં આવ્યું છે.
-
રાજ્યમાં ઠેરઠેર મુસાયરાનું આયોજન કરાશે.
-
પ્રેમપત્ર લેખન સ્પર્ધાનું રાજ્યસ્તરીય આયોજન કરવાનું વિચારાયું છે.
-
૧૪મી ફેબ્રુઆરીની વહેલી સવારે રાજ્યના સાંસ્કૄતિક મંત્રીશ્રીના હસ્તે સાયરન વગાડી વીધીવત ઉજવણી શરું થશે!
-
આ દિવસે પરણનાર યુગલના પ્રથમ બાળકને વિના ડોનેશને શાળા પ્રવેશ મળશે તેવી સરકારશ્રી તરફથી ખાતરી આપવામાં આવી છે!!
-
આ દિવસે છુટાછેડાની અરજી પાછી ખેચનાર યુગલને પાંચ વર્ષને અંતે ખરાઇ કરીને, તેમણે કૉર્ટ-કચેરી પાછળ ખર્ચેલી રકમ પુરસ્કાર સ્વરૂપે અપાશે.
-
આ દિવસ પુરતા પોલીસ અધિકારીઓને પણ ખાખી વર્ધી છોડી રંગીન પોશાક્માં હાજર રહેવાની તાકીદ કરવામાં આવી છે!
-
એકાંતના સ્થળે છુપા કેમેરા ગોઠવીને ‘પ્રેમલા-પ્રેમલીની રમત’ લાઇવ ટેલીકાસ્ટ કરી ગુજ્જુ-પ્રેમને આંતરરાષ્ટ્રીય ઓળખ આપવા માટે ઇલેક્ટ્રોનિક્સ મિડિયાને છુટ અપાય તેવી શક્યતા છે!
-
અખબારોને એ દિવસે પ્રેમપ્રચુર સાહિત્ય પીરસતી રંગીન પૂર્તિઓ બહાર પાડવાનું કહેવામાં આવ્યું છે.
-
રેડીયો જોકીઓ ધેર ધેર ફરીને જીવંત પ્રસારણથી લોકોના રંગીન મિજાજને બહોળા શ્રોતાજનો સુધી પહોંચતો કરશે.
-
સરકારશ્રી તરફથી ૨૦૧૨ થી ‘પ્રેમરત્ન’,'પ્રેમવિભુષણ’,'પ્રેમભુષણ’,'પ્રેમશ્રી’ જેવા પુરષ્કારની શરુઆત કરાશે તેવી સત્તાવાર જાહેરાત થાય તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
ઉજવણીની ચરમસીમાએ સંધ્યાકાળે રાજ્યના કુંવારા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી ગુજરાતની જનતાને સંબોધતાં સરપ્રાઇઝ જાહેરાત કરશે!!
નોધઃ આ લેખ ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત લખાયો અને પ્રસિધ્ધ કરોયો છે!



